ટંકારાના ડેમી-1માં માત્ર બે જ કલાકમાં અઢી ઇંચ વરસાદ  

- text


મોરબી જિલ્લાના 10માંથી 5 ડેમ ઉપર વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જિલ્લાના 10માંથી 5 ડેમ ઉપર વરસાદ નોંધાયો છે. જેમાં મિતાણા પાસે આવેલ ડેમી 1માં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં સાંજના સમયથી મેઘરાજાએ અનેક વિસ્તારોમાં સટાસટી બોલાવી છે. ખાસ ટંકારા તાલુકામાં વરસાદનું જોર વધી રહ્યું છે. બીજી તરફ 10 ડેમોમાંથી 5 ડેમોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 કલાકમાં ડેમી 1માં 60 મિમી, મચ્છુ 2માં 13 મિમી, બ્રાહ્મણી 1માં 10મિમી, બ્રાહ્મણી 2માં 10 મિમી અને બંગાવડીમાં 10 મિમી વરસાદ નોંધાયો છે.

- text

- text