મોરબી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ

- text


સૌરાષ્ટ્રમાં ચાંદીપુર વાયરસનો પગપેસારો, રાજકોટ જિલ્લામાં બે મોત

મોરબી : ઉત્તર ગુજરાતમા ચાંદીપુર વાયરસે હાહાકાર મચાવ્યા બાદ આ ખતરનાક વાયરસની સૌરાષ્ટ્રમા એન્ટ્રી થઈ ગઈ છે અને રાજકોટ જિલ્લામાં બે બાળકોના મોત નિપજ્યા બાદ મોરબી જિલ્લામા ત્રણ શંકાસ્પદ કેસ જોવા મળતા સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ ઉત્તર ગુજરાતમા ચાંદીપુર વાયરસે હાહાકાર મચાવ્યા બાદ આ ખતરનાક વાયરસની સૌરાષ્ટ્રમા એન્ટ્રી થઈ છે જેમાં મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ જોવા મળ્યા છે. મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ મોરબી તાલુકામાં અને એક કેસ ટંકારા તાલુકામાં જોવા મળ્યો હોવાનું સામે આવતા હાલમાં આરોગ્ય વિભાગે ત્રણેય શંકાસ્પદ કેસના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

- text

બીજી તરફ સેન્ડ ફલાય એટલે કે રેત માખીથી ફેલાતો આ ચાંદીપુર રોગને કારણે રાજકોટ જિલ્લાના જેતપુર અને પડધરી તાલુકાના હડમતીયા ગામે બે બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

- text