મોરબીના પ્રશ્નો સાંભળવા હવે વહીવટદાર અને ચીફઓફિસર પાલિકામાં આ વારે હાજર રહેશે

- text


વહીવટદાર બુધવારે સવારે 10:30 થી 12:30 મળશે : ચીફ ઓફિસર મંગળવાર, શુક્રવાર અને પ્રથમ અને ત્રીજા શનિવારે સાંજે 4 થી 6 મળશે

મોરબી : મોરબી નગરના ઢગલાબંધ પ્રશ્નો હોય પણ સાંભળવાવાળું કોઈ ન હોય તેવો ઘાટ સર્જાયો હતો. પણ હવે ખાસ પ્રશ્નો સાંભળવવા માટે વહીવટદાર અને ચીફ ઓફિસર નગરપાલિકામાં નિયત દિવસો દરમિયાન મુકામ કરવાના છે.

મોરબીમાં છેલ્લાં 8થી 10 દિવસ દરમિયાન ગટર ઉભરાવવી, પાણી ભરાવા, તૂટેલા રોડ સહિતના અનેક પ્રશ્નોને લઈને રોજ બરોજ લોકો મોટી સંખ્યામાં નગરપાલિકાએ રજૂઆતો કરવા આવતા હતા. પણ કોઈ ઉપરી અધિકારી ત્યારે હાજર ન હોય લોકોમાં પણ અસંતોષની લાગણી ફેલાઇ રહી હતી.

- text

જો કે મોરબી નગરપાલિકાના વહીવટદાર એવા અધિક કલેકટર એસ.જે.ખાચર આ સમસ્યાના સમાધાન રૂપે લોકોના પ્રશ્નો સાંભળવા માટે દર બુધવારે સવારે 10:30 થી 12:30 દરમિયાન પાલિકા કચેરીએ જ બેસશે. આ ઉપરાંત ચીફ ઓફિસર એવા હળવદના પ્રાંત ડી.વી.ડોબરીયા દર મંગળવાર, શુક્રવાર અને પ્રથમ અને ત્રીજા શનિવારે સાંજે 4 થી 6 નગરપાલિકામાં બેસશે. આ બન્ને અધિકારીઓ લોકોના પ્રશ્નો સાંભળશે. અને તે મુજબ આગળની કાર્યવાહી કરશે.

- text