10 pm સુધીની વરસાદ અપડેટ : મોરબીમાં દોઢ ઇંચ, ટંકારામાં સવા ઇંચ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ અનેક વિસ્તારોમાં હેત વરસાવ્યું છે. જેમાં મોરબીમાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ જેટલો જ્યારે ટંકારામાં સવા ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાય છે.

મોરબી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ઠેક- ઠેકાણે વરસાદ પડ્યો છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં મોરબીમાં 35 મિમી એટલે કે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ ટંકારામાં 32 મિમી વરસાદ નોંધાયો હતો.

- text


મોરબી જિલ્લામાં રાત્રીના 10 સુધીનો વરસાદ
ટંકારા 32 mm
મોરબી 35 mm
વાંકાનેર 04 mm
હળવદ 07 mm

- text