ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે મોરબીના શનાળા ઓવરબ્રીજ પાસે મચ્છરોનો ઉપદ્રવ

- text


મોરબી : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 19 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. મોરબી જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે. માખી અને મચ્છરના ઉપદ્રવના કારણે ફેલાતા આ વાયરસથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના શનાળા ઓવરબ્રીજ ઉતરતા વરસાદી પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

- text

શનાળા ઓવરબ્રીજ ઉતરતા જ વરસાદી પાણી ભરાયેલા છે. જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ વરસાદી પાણીમાં અસંખ્ય મચ્છરો જોવા મળી રહ્યા છે. એક તરફ ચાંદીપુરા વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે આ પ્રકારની સ્થિતિથી મોરબીમાં ચાંદીપુરા વાયરસ ફેલાવાનો ભય ઉભો થયો છે. ત્યારે તંત્ર દ્વારા આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

- text