Morbi : સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવાની માંગ સાથે વિવિધ વેપારી અને હિન્દુ સંગઠનો આગળ આવ્યા

- text


મોટી સંખ્યામાં હિન્દુ અને વેપારી સંગઠનોના આગેવાનોએ દીવાલ તોડવાનું કામ અટકાવી કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબી : મોરબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બનાવવામાં આવી રહેલી મંદિરની દિવાલ તંત્રની સૂચના મુજબ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ મોરબીના વિવિધ વેપારી અને હિન્દુ સંગઠનોએ આગળ આવીને દિવાલ તોડી પાડવાનું કામ અટકાવ્યું હતું અને કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું.

આજરોજ મોરબીના વિવિધ વેપારી સંગઠનો અને હિન્દુ સંગઠનોએ મળીને સ્વામિનારાયણ મંદિરની મચ્છુ નદી પર બનાવેલી પ્રોટેક્શન દિવાલ તોડવાનું કામ અટકાવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, હેરીટેજ બચાવો સંઘર્ષ સમિતિ, માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ, મોરબી શાક માર્કેટ એસોસિએશન, હિન્દુ યુવા વાહિની, એકતા એ જ લક્ષ્ય સંગઠન, મોરબી શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન, મોરબી કાપડ મહાજન તથા રેડીમેડ ગારમેન્ટ એસોસિયેશન સહિતના સંગઠન દ્વારા આજરોજ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, હાલ બીએપીએસ સંસ્થા દ્વારા મોરબી માટે અતુલ્ય નજરાણા સમાન નિર્માણ પામી રહેલુ હિન્દુ મંદિર મચ્છુ નદીના કાંઠે આવેલ છે અને સંસ્થા દ્વારા સ્વખર્ચે મચ્છુ નદીના કાંઠે જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે તે દિવાલથી નદીનું વહેણ કોઈ પણ પ્રકારે અવરોધાતું નથી અને આ દિવાલથી મોરબી શહેરને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવું લાગતું નથી. જેથી દિવાલ તોડવાના આ નિર્ણયથી સમગ્ર હિન્દુ સમાજ દુઃખની લાગણી અનુભવે છે. તેથી આ દિવાલ તોડવાનું કામ બંધ કરાવવામાં આવે તેવી હિન્દુ સમાજ દ્વારા વિનંતી સાથે આવેદનપત્ર આપી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

- text

- text