Morbi : મેડિકલ કોલેજમાં ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભીખ માંગી

- text


Morbi : રાજ્ય સરકાર દ્વારા GMERC મેડિકલ કોલેજમાં જે ફી વધારો કરવામાં આવ્યો હતો તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ વચ્ચે સરકાર દ્વારા ફી ઘટાડવામાં આવી છે. ત્યારે હજુ પણ આ ફી વધુ હોવાના આરોપ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આજે મોરબીમાં GMERS મેડિકલ કોલેજ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીખ માગીને વિરોધ કર્યો હતો.

મોરબીની GMERS મેડિકલ કોલેજ બહાર મોટી સંખ્યામાં વાલીઓન અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ફી ઘટાડો અને અમને ભીખ આપોના સૂત્રોચાર કર્યા હતા. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પાસેથી ફી ભરવા માટે ભીખ માગી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ કહ્યું હતું કે, આ ફી વધારો સામાન્ય વર્ગને પોસાય તેમ નથી તેથી અમે ભીખ માગી રહ્યા છીએ. સરકારી કોલેજ હોવા છતાં આટલો ફી વધારો કેમ કરવામાં આવ્યો ? સરકાર અમારી વેદના સમજે અને સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચે એવી અમારી માગ છે.

- text

- text