Morbi : શનાળા રોડ પર ગટરની જોખમી જાળીથી અકસ્માતનું જોખમ !

- text


મોરબી : મોરબી શહેરમાં ઘણી જગ્યાએ ગટરની કુંડીઓ અને ગટર પર ઢાંકવામાં આવેલી લોખંડની જાળીઓ તૂટેલી હાલતમાં છે. જેના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલી મહેશ હોટલ સામે રોડ પર આવી જ એક તૂટેલી જાળીનો વીડિયો સામે આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે જણાવાયું છે કે, મહેશ હોટલ સામે રોડ પર ગટરની જાળી તૂટેલી હાલતમાં છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થતાં હોય છે. ત્યારે આ જોખમકારક જાળીમાં કોઈ વાહન ફસાઈ જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. ત્યારે આ જાળીનું સમારકામ કરવું અથવા નવી જાળી નાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text

- text