રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા બિનજરૂરી વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના

- text


મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે શરૂ કરાઈ ખાસ ઝુંબેશ

મોરબી : હાલમાં વર્ષાઋતુ હોવાથી વાહકજન્ય રોગો થવાની સંભાવના વધુ રહેલી હોય છે. આપણા ઘરની અંદર, સોસાયટી વાડા વિસ્તારમાં, ધાબા પર પડેલ સરસામાન-ટાયર-પક્ષી કુંડ-ચાટ, ધાબે ખુલ્લી સીન્ટેક્ષ ટાંકીઓ, ટાંકા વગેરેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સંભાવના હોય છે. આ ધાબે ભરાઈ રહેલા સ્થિર ચોખ્ખા બંધિયાર વરસાદી પાણીમાં મચ્છર ઈંડા મૂકતા હોય છે. જેનાથી મચ્છરજન્ય વાહકજન્ય રોગો બીજા ગામથી ગામ, શહેરથી શહેર, તાલુકા કે વિસ્તારથી બીજે ચેપગ્રસ્ત વ્યકિતને મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરીયા વગેરે જેવા રોગો ફેલાય છે. જેના વિશે લોકોને રવાપર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા માહિતગાર કરીને આરોગ્યલક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે. આરોગ્ય સ્ટાફ દ્વારા ધાબે ચેકીંગ કરીને ખુલ્લી સિંટેક્ષ ટાંકીઓ, ખુલ્લા બેરલને હવા ચુસ્ત ઢાંકણા ઢાંકીને રાખવા સૂચના આપી સમજાવવામાં આવી રહ્યા છે.

ચોમાસામાં ચારેબાજુ પાણી મળી રહેતું હોય પક્ષીઓ માટે પક્ષીકુંડની કોઈ ખાસ જરૂર હોતી નથી અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરો આવા ઘર અંદર ફ્લેટ ધાબે પક્ષીકુંડ, ટાયર, ભંગાર ડબલા, ખુલ્લા નકામા પાત્રો જેવા સ્થિર ચોખ્ખા સ્વચ્છ બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકી બીમારી ફેલાવે છે. આથી એપાર્ટમેન્ટ ઘર ધાબે આજુબાજુ જ્યાં પક્ષીકુંડ મૂકતા હોય તેમાં ચોમાસા દરમિયાન પાણીથી રોજ ભરવા જ નહી, પક્ષીકુંડ પાણીથી ખાલી કરી ઘરની અંદર ઉલ્ટા મૂકી રાખવા (સોર્સ રિકશન), બેરલ પાણી ટીપડાને હવાચુસ્ત ઢાંકી રાખવું અને પતરાના ડબા ડોલ બેરલમાં ઢાંક્યા વગર બિનજરૂરી પાણી ભેગું ના રહેવા દેવું વગેરે જનહિતમાં સૂચનાઓ આપી અમલવારી કરાવાઈ રહી છે.

- text

રવાપર વિસ્તારના તમામ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી,પ્રમુખ અને નાગરિકોએ પોતાની સોસાયટી કે ફ્લેટમાં અંદરની પોતાની હદ પ્રીમાઇસિસ અંદર કોઈપણ જગ્યાએ જૂનો સામાન, ટાયર, પક્ષીકુંડ કે ચાટ કે અન્ય કોઈપણ પોતાની હસ્તક માલિકીની વસ્તુઓ કે જેમાં સ્વચ્છ ચોખ્ખા બંધિયાર વરસાદી પાણી ભરાઈ રહેતું હોય તો તેમાંથી સત્વરે નિકાલ કરાવીને આ સાધનો યોગ્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરાવવી જોઈએ જેથી ચોમાસાની ઋતુમાં આમાં વરસાદી પાણી ભરાઈ ના રહે અને મચ્છરોનું બ્રીડિંગ ના થાય અને કોઈપણ વ્યકિતને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરીયા જેવી બીમારીથી મુક્ત બનીને રહે તે હેતુથી રવાપરવાસીઓને ખાસ તાકીદ કરવામાં આવી રહી છે. જેમાં તમામ નાગરિકો આ ઝુંબેશમાં સહકાર આપે તેમ મોરબી તાલુકાના phc રાજપરના રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો

ડેન્ગ્યુથી બચવા માટે મચ્છરના કરડવાથી પોતાને બચાવવા જરૂરી છે. આ માટે મોસ્ક્યુટો ફાસ્ટ કાર્ડ, મોસ્ક્યુટો સ્પ્રે, કોઇલ, રિપેલન્ટ્ મશીન અથવા બારી જાળી જેવા મચ્છર ભગાડનારાઓનો ઉપયોગ કરી શકાય છે.
ડેન્ગ્યુના મચ્છર સવાર અને સાંજના સમયે વધુ સક્રિય હોવાથી આવા સમયે બહાર નીકળવાનું ટાળો. જો કે, અનિવાર્ય સંજોગોમાં તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરો.
તમે બજારમાં સરળતાથી ઉપલબ્ધ મચ્છર ભગાડતી ઓડોમોસ જેવી ક્રીમ અને મોસ્ક્યુતો રોલ-ઓનનો પણ ઉપયોગ કરી શકો છો.
તમારા ઘરની અંદર ધાબે અને તેની આસપાસ સ્વચ્છ ચોખ્ખા બંધિયાર વરસાદી પાણી એકઠું થવા ન દો. બેરલ વગેરે વાસણો જેમાં પાણીનો સંગ્રહ થાય છે તેને યોગ્ય રીતે હવા ચુસ્ત ઢાંકી દેવા જોઈએ. અઠવાડિયે એકવાર ખાલી કરી ઘસીને સાફ રાખવું
આ સિવાય જો તમારી પાસે કુલર હોય તો તેનું પાણી નિયમિત બદલતા રહો.


- text