જૂની પેન્શન યોજના લાગુ નહિ થાય તો શૈક્ષિક મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટથી આંદોલન

- text


રાજ્ય કારોબારી બેઠકમાં મોરબીમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા 26 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા

મોરબી : અમદાવાદના ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીના શૈક્ષણિક મહાસંઘ દ્વારા શાળા, બાળક અને શિક્ષકોના હિત માટે કુલ 26 પ્રશ્નો રજૂ કરી તેના ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું.

આ રજુઆતમાં શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ કરવા અંગે અને વર્ષ – 2005 પહેલાંના શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા માટેના સરકાર સાથે થયેલા સમાધાન મુજબના ઠરાવો બહાર પાડવા માંગ કરવામાં આવી છે. તેમજ જો આ યોજના પૂનઃ સ્થાપિત નહીં થાય તો મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટ – 24ના રોજ મહા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

આ ઉપરાંત HTAT મુખ્ય શિક્ષકોના બદલી અંગેનો ઠરાવ સત્વરે બહાર પાડવો, ભરતી પહેલા તમામ પ્રકારના બદલી કેમ્પો કરવા, 31 જુલાઈ નાં સેટ અપ બાદ ત્વરિત ઓગસ્ટમાં કેમ્પો કરવા, ભારત નેટ કનેક્શન જે શાળાઓમાં આપેલ છે ત્યાં નેટ કનેક્શન બરાબર ચાલતું ન હોય ઓનલાઈન કામગીરીમાં ખુબજ વિક્ષેપ પડે છે, જે શાળાઓમાં ભારત નેટની સુવિધાઓ આપેલ નથી એ શાળાઓમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ ફાળવવા, આધાર ડાયસ અને U DISE+ બંને મર્જ કરવા તેમજ બંને પોર્ટલમાંથી બિનજરૂરી માહિતી દૂર કરવી તેમજ દર વર્ષે દરેક વિદ્યાર્થીઓની 55 પ્રકારની માહિતી ફરીથી અપલોડ કરવી પડે છે એના બદલે માત્ર હાજરીના દિવસો અને ટકા જ અપલોડ કરવાથી માહિતી અપડેટ થઈ જવી જોઈએ જેથી ઓનલાઈન માહિતી અપલોડ કરવાનું ભારણ ઘટાડવા, ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિની દરખાસ્ત અપલોડ કરવામાં સરળતા કરવા, PFMSમાં 100% ગ્રાન્ટની લિમિટ આપવા, SOE શાળામાં સર્વે મુજબનું રીપેરીંગ કામ સત્વરે શરૂ કરવા, શાળાઓમાં નવા વર્ગખંડો મંજુર થયા હોય એનું બાંધકામ સત્વરે શરૂ કરવા, જુના જ્ઞાનકુંજનો રીપેરીંગ અને મેઈન્ટેનશનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય એ મોંઘાભાવની વસ્તુ ચાલતી નથી શાળામાં બિન ઉપયોગી થઈ ગયેલ છે.બહાર રિપેરિંગ કરવામાં ખુબજ ખર્ચ થાય છે,જુના જ્ઞાનકુંજ ચાલુ કરવા, બાલવાટીકાના બાળકોને શિષ્યવૃત્તિનો અને ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવા, ટ્રાન્સપોર્ટેંશન માટે હાલ કોમર્શિયલ વાહન ઉપલબ્ધ ન હોય હાલ પૂરતી ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેંશન સુવિધા આપવા, વિદ્યાસહાયક માટે બદલી નિયમોમા ફેરફાર કરવા, બદલી પામેલ શિક્ષકોને છુટા કરવા, HTAT મુખ્ય શિક્ષક સિવાયની શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળતા આચાર્યના ચાર્જ એલાઉન્સમા વધારો કરવા, એસ.ઓ.ઈ. સિવાયની શાળામાં જ્ઞાનસહાયક મુકવા, શિક્ષકોને કેશલેશ મેડિકલ સારવાર પુરી પાડવા, 50% મોંઘવારી થતા કેન્દ્ર નાં ધોરણે ઘરભાડું ચૂકવવા, CPF ખાતા ખોલવામાં ખુબજ વિલંબ થાય છે વહેલી તકે ખોલવા, શાળાઓમાં આપવામાં આવતી કન્ટિજન્સી તેમજ શાળાની સ્વચ્છતા માટે સ્વચ્છતા કર્મીને આપવામાં આવતા માનદ વેતનના દરોમા વધારો કરવા અને સમયસર આપવા, ધો.3 થી 5 માટે LED સ્માર્ટબોર્ડ ફાળવવા, રાજ્યકક્ષાએથી આપવામાં આવતું સાહિત્ય જેમ કે પાઠ્યપુસ્તકો, એકમ કસોટી બુક અન્ય શૈક્ષણિક સાહિત્ય પૂરતું આપવામાં આવે અને ઘટ હોય તો સત્વરે પુરી પાડવા, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોની સ્થાવર અને જંગમ મિલકતનો માહિતી માંગવામાં આવેલ છે એ ન માંગવી જોઈએ તેમજ કોમન એન્ટ્રસ ટેસ્ટમાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે કે ખાનગી શાળામાં અભ્યાસ કરે શિષ્યવૃત્તિની રકમ બંનેને સરખી જ મળવી વગેરે જેવા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.

આ રાજ્ય કારોબારી બેઠકમાં અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ હિતેશભાઈ ગોપાણી, સિનિયર ઉપાધ્યક્ષ સંદીપભાઈ અદ્રોજા, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા, સહ સંગઠન મંત્રી હિતેશભાઈ પાંચોટિયા, વાંકાનેર અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા, ટંકારા શૈક્ષિક મહાસંઘ કાર્યકારી ઉપાધ્યક્ષ રોહિતભાઈ ચીકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text