નીચી માંડલમાં કુંવરબેન ગોવિંદભાઈ કુંડારીયા વિદ્યાલય માટે અનુદાનનો ધોધ વ્હાવતા દાતાઓ

- text


મોરબી : વર્ષ ૧૯૮૧ માં સ્વ. ગોરધનભાઈ એાધવજીભાઈ કુંડારીયાએ નીચીમાંડલ ખાતે ગામના બાળકોને હાઈસ્કુલનું શિક્ષણ ગામમાં જ મળી રહે તે હેતુથી હાઈસ્કુલની સ્થાપના કરેલ હતી. નીચીમાંડલ ગામમાં ચાલતી કુંવરબેન ગોવિંદભાઈ કુંડારીયા વિધાલય તથા માકુબેન કલ્યાણજીભાઈ કુંડારીયા પ્રાર્થના ખંડ તથા કમ્પયુટર ખંડનો રંગરોગાન કરવાની જરુરીયાત ઉભી થયેલ તે દાતાઓએ આગળ આવી શાળા મકાનને રીપેરીંગ તથા રંગરોગાન માટે અનુદાન આપેલ હતું.

ગામના સરપંચ પ્રદ્યુમ્નભાઈ ઘનશ્યામભાઈ કુંડારીયા તથા ઉપસરપંચ શાંતીલાલ શીવાભાઈ કુંડારીયા તરફથી ૧,૬૦,૦૦૦ નું અનુદાન મળેલ છે. સ્વ.ગોરધનભાઈ એાધવજીભાઈ કુંડારીયા પરિવાર તરફથી ૧,૫૦,૦૦૦ નું અનુદાન મળેલ છે.શાળાના ભુતપુર્વ વિધાર્થી રામજીભાઈ બલાભાઈ પડહારીયા ગામ રાતાભે તરફથી ૫૧,૦૦૦ અનુદાન મળેલ છે. શાળાના ભુતપુર્વ વિધાર્થીઓ હરેશભાઇ લીલાધરભાઈ દેત્રોજા તથા હીતેષભાઈ લીલાધરભાઈ દેત્રોજા તરફથી ૫૦,૦૦૦ અનુદાન મળેલ છે. શાળાના ભુતપુર્વ વિધાર્થી ભાવેશ શાંતિલાલ સંઘાણી તરફથી ૧૧,૦૦૦ અનુદાન મળેલ છે.ચંદુભાઈ બચુભાઈ કુંડારીયા તરફથી ૧૦,૦૦૦ અનુદાન મળેલ છે.

- text

શાળાના ભુતપુર્વ વિધાર્થીઓ મનીષભાઈ રમેશભાઈ માલાસણા તથા હીતેષભાઈ રમેશભાઈ માલાસણા તરફથી ૨૭,૦૦૦ ની કીંમતનું વોટરકુલર શાળાને ભેટ મળેલ છે. નાનજીભાઈ ખોડાભાઈ કુંડારીયા તરફથી ૭૨,૦૦૦ ની કીંમતના કોમ્પયુટર,પ્રિન્ટર તથા અન્ય ઈલેકટ્રોનીક સાધનો શાળાને ભેટ મળેલ છે. શાળાના ગ્રાઉન્ડ મા પાથરવા માટે બે ગાડી કપચી વાલજીભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા તરફથી શાળાને મળેલ છે.

શાળાના રીપેરીંગ તથા કલરકામ અંદાજે ૨ મહીના ચાલેલ તે કામની નિ: સ્વાર્થ ભાવે મોરબીથી અપડાઉન કરી કલ્યાણજીભાઈ મોહનભાઈ કુંડારીયા એ દેખરેખ રાખેલ.આ સિવાય શાળાના બીજા અન્ય ભુતપુર્વ વિધાર્થીએા જેવા કે પ્રેાફેશર ખોડીદાસ ગોવિંદભાઈ કુંડારીયા તથા અન્ય બીજા વિધાર્થીઓએ કામમા જેટલી રકમનો તુટો આવે તેટલી રકમ આપવાની તૈયારી બતાવેલ જેનો પણ શાળા પરિવાર આભાર માને છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text