મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે બાળાઓએ ગૌરીપૂજનનો લાભ લીધો

- text


મોરબી : આજે દેવપોઢી એકાદશી એટલે કે અષાઢ સુદ અગિયારસના દિવસથી 7 થી 12 વર્ષની બાળાઓના મોળાકત એટલે કે ગૌરીપૂજન શરૂ થયું છે. જે 21 જુલાઈ સુધી ચાલશે. ત્યારે મોરબીના સ્ટેશન રોડ પર આવેલા શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે બાળાઓ માટે ગૌરીપૂજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જડેશ્વર મહાદેવ મંદિરે ગૌરી પૂજનની સ્થાપના કરાઈ છે અને બ્રાહ્મણની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા મોળાકત દરમિયાન નાની બાળાઓ આવીને ગૌરીપૂજન કરી શકશે. આજે મંદિરે અનેક દીકરીઓએ આપીને ગૌરીપૂજનનો લાભ લીધો હતો. સાથે જ મંદિર પરિસરમાં આજથી લઈને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ક્યાં ક્યાં તહેવારો અને વ્રત આવી રહ્યા છે તેની વિગતો દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. જેમાં દરેક તહેવાર અને વ્રત કેવી રીતે ઉજવવા સહિતની માહિતી આપવામાં આવી છે.

- text