મોરબીમાં તાજીયાનું ભવ્ય ઝુલુસ નીકળ્યું 

- text


11 જેટલા કલાત્મક તાજીયાને વિવિધ વિસ્તારોમાં ફેરવી નહેરુગેટ ચોક ખાતે એકત્ર કરાયા : મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

મોરબી : હઝરત ઈમામ હૂસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોર્રમનો પર્વ શ્રધ્ધા અને આસ્થાભેર પરંપરાગત રીતે મનાવવામાં આવી રહ્યો છે. જેમાં ગઈકાલે સાંજે કલાત્મક તાજીયા પડમાં આવ્યા બાદ આજે મોરબીમાં કલાત્મક તાજીયાનું ઝૂલુસ નીકળ્યું હતું.

મોરબીમાં પ્રતિવર્ષ મહોર્રમ નિમિતે કલાત્મક તાજીયાનું ઝુલૂસ નીકળે છે. આજે સવારના મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં આસુરાની વિશેષ નમાઝ અદા કરી હતી. બાદમાં આજે સિપાઈવાસ, નહેરુગેટ ચોક, વિશિપરા સહિતના વિસ્તારોમાંથી 11 કલાત્મક તાજીયાઓનું ઝુલુસ નીકળ્યું હતું. તમામ તાજીયાને દરબારગઢ પાસેથી નીકળી નહેરુગેટ ચોક ખાતે એકત્ર કરાયા હતા. જ્યાં હિન્દૂ આગેવાનોએ પણ જોડાઈને એકતાનો સંદેશ આપ્યો હતો. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

- text

- text