મોરબીમાં યુવકના આપઘાતના પ્રકરણમાં મિઝોરમની વધુ બે યુવતી સહિત 5ની ધરપકડ

- text


અગાઉ પણ એક યુવતીની પોલીસે કરી હતી ધરપકડ : યુવતી સાથે બધાએ મળીને ત્રાસ આપી યુવકને મરવા મજબુર કર્યો હતો 

મોરબી : મોરબીના સિરામિક સિટીમાં રહેતા મૂળ ટંકારાના લજાઈ ગામના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડીનો વ્યવસાય કરતા પરણિત યુવાનને સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ મિઝોરમની આ યુવતીના ત્રાસને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે મિઝોરમની વધુ બે યુવતી સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક સિટીમાં મૃતક ધ્રુવભાઈ મિઝોરમની મારિયા નામની યુવતી સાથે રહેતા હતા. ધ્રુવભાઈએ યુવતીના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવાયુ હતું કે, આપઘાત કરતા પહેલા ધ્રુવે તા.10 જુલાઈના રોજ ફોન કરી પૈસાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. સાથે જ મારિયાએ અમદાવાદ ખાતે પોતાનું અપહરણ થયાની ખોટી ફરિયાદ કરવાનું કહી થલતેજના લાલજી ભરવાડ નામના પોલીસ કર્મચારી સાથે મળી પૈસા પડાવવા પ્રયત્ન કરતા કોયલી ગામના વિશાલ બોરીચા પાસે ગાડી ગીરવે મૂકી પૈસા લીધા હોય પૈસાની ખેંચ પડી હોય તાત્કાલિક પૈસા મોકલવા કહેતા ધ્રુવભાઈના ભાઈ મુકુન્દભાઈએ 6000 રૂપિયા ગુગલ પે કર્યા હોવાનું જણાવ્યું હતું.

આ બનાવમાં પોલીસે મિઝોરમની મારિયા નામની યુવતીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ લાલ બીઆખી રહે. મિઝોરમ અને લાલાવમ કિમી રહે. મિઝોરમ, સંદીપ પ્રજાપતિ રહે.અમદાવાદ, પ્રદીપ પોલી રહે. કલકતા હાલ અમદાવાદ, વિશાલ બોરીચા રહે.કોયલી મળી વધુ 5 લોકોની ધરપકડ કરી છે.

- text

- text