વરમોરા ગ્રેનિટો ફેકટરીના કર્મચારીએ બારોબાર હોટલ – ટ્રાવેલ્સમાં બુકીંગ કરી 10.43 લાખની છેતરપિંડી કરી

- text


કંપનીના મેકમાય ટ્રીપ એકાઉન્ટમાંથી કંપનીની જાણ બહાર લાખોનો કાંડ કરી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક આવેલ જાણીતી વરમોરા ગ્રેનિટો સિરામિક ફેકટરીના કર્મચારીએ કંપનીની જાણ બહાર મેક માય ટ્રીપ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી 10.43 લાખની છતરપિંડી કરી કંપનીને નુકશાન પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ વરમોરા ગ્રેનિટો કંપનીના કર્મચારી મુકુંદભાઈ તુલશીભાઈ સંચાણીયાએ તેમની જ કંપનીમાં હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગનું કામ કરતા એડમીન એકઝ્યુકીટિવ અવિનાશ અશોકભાઈ વાઘેલા રહે.ડુંગરપુર, સરદારનગર, નવા પાતાપુર જી.જૂનાગઢ નામના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, કંપની દ્વારા હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગ માટે આરોપી અવિનાશને જવાબદારી સોંપી મેક માય ટ્રીપ નામની વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હોય જેનો દુરુપયોગ કરી આરોપી અવિનાશે કંપનીની જાણ બહાર 37 હોટલોમાં બુકીંગ કરી ટ્રાવેલ્સ ટીકીટ પણ બુક કરી લઈ 10,43,600ની રકમની ચુકવણી કંપનીના વોલેટમાંથી કરી નાખી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text