ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. ૧૭ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

ઘુંટુ જેજીવાય ફીડર સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. વુગા જેજીવાય ફીડર સવારે ૯:૦૦ થી બપોરે ૧૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. લેન્ઝ ઔદ્યોગિક ફીડર અને સિલ્ક ઔદ્યોગિક ફીડર સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી બંધ રહેશે.

- text

મહાદેવ જેજીવાય ફીડર(નીચી માંડલ ગામ તથા આજુ બાજુનો વિસ્તાર) ઓરીન્ડા ઔદ્યોગિક ફીડર, સિમેરો ઔદ્યોગિક તથા લીવા ઔદ્યોગિક ફીડર તથા સેરોન ઔદ્યોગિક ફીડર સવારે 8:30 થી બપોરે 10:30 વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

 

- text