Morbi : ગટરના પ્રશ્ન અંગે કોંગ્રેસને સાથે રાખી સ્થાનિકોની નગરપાલિકામાં ઉગ્ર રજુઆત, આંદોલનની આપી ચીમકી

- text


5 દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો શહેરના જુદા જુદા વિસ્તારને સાથે રાખી ઉગ્ર આંદોલન આપી ચીમકી

મોરબી : મોરબીમાં ગટરના ઉભરાતા પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અવારનવાર અનેક વિસ્તારોમાં પાણીના પ્રશ્નને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે આજે ફરી શહેરમાં આલાપ રોડ પરના શિવશક્તિ પાર્કના ગેઇટ સામે ગટરના ઢાંકણામાંથી વહેતા ગંદા પાણીનો પ્રવાહ બંધ કરી ભૂગર્ભ ગતરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રહેવાસીઓ દ્વારા કોંગ્રેસને સાથે રાખી નગરપાલિકા કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું.

આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શિવશક્તિ પાર્કના ગેઇટ સામે ગટરના ઢાંકણામાંથી સતત ગંદુ પાણી વહેતુ રહે છે જેને 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ અંગે રહીશો દ્વારા તારીખ 19-1-2024ના રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પણ અવારનવાર આ અંગે લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ ગંદા પાણીના પ્રવાહને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. આજુબાજુના વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. તેમજ આ વિસ્તારમાં રોગચારો ફાટી નીકળવાની ભીતિ છે. પાણી રસ્તામાં ભરાતા ખાડા પડી ગયા છે. ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તેવા પ્રશ્નો કરવામાં આવ્યા છે. આ સાથે જ જો 5 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો શહેરના જુદા જુદા વિસ્તારના લોકોને સાથે રાખીને આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

- text