મોરબીમાં બે અજાણ્યા શખ્સો બાઇક સળગાવીને ભાગી ગયા

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો એક બાઇકને આગ ચાંપી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બની છે.

મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગત રાત્રીના કોઈ અજાણ્યા બે શખ્સો પોતાની સાથે બાઇક લઈને આવ્યા હતા. તેઓએ અચાનક બાઇક ઉભું રાખી તેમાંથી પેટ્રોલ કાઢી તેનો ખોબો ભરીને ઉપર છાંટયું હતું. બાદમાં તેમાં આગ ચાંપી તેઓ ભાગી ગયા હતા.

- text

આ બાઇક આગ લગાવનાર બન્ને શખ્સો પોતાની સાથે જ લઈને આવ્યા હતા. જો કે બાઇક એ રીતે સળગી ગયું હતું કે હાલ તેમાં માત્ર પાઇપ જ જોવા મળી રહ્યા છે. નંબર પ્લેટ પણ સળગીને ખાખ થઈ ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

- text