હળવદમા પાન બીડીના વેપારી વતનમાં આંટો મારવા ગયા અને તસ્કરો ઘર સાફ કરી ગયા

- text


હળવદ : હળવદમા પાન, બીડી સોડાનો વેપાર કરતા વેપારી પરિવાર સાથે માતપિતાને મળવા વતનમાં જતા પાછળથી બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત 71,650નો મુદ્દામાલ ઉસેડી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના પટેલ કન્યા છાત્રાલય પાસે આવેલ વિશ્વાપાર્કમાં રહેતા પાન, બીડી, સોડાના વેપારી અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉ.40 નામના વેપારી ગત તા.29 જુનના રોજ તેમના માતાપિતાને મળવા વતન ધંધુકા ખાતે જતા પાછળથી બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો 15 હજાર રોકડા, 46,650ના સોના અને ચાંદીના દાગીના તેમજ 10 હજારની કિંમતની ચાંદીના સિક્કા મળી કુલ 71,650નો મુદ્દામાલ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text