મોહરમ (તાજીયા) દરમિયાન નીકળનાર જુલુસ અંગે રાજકોટ રેન્જ આઈજી દ્વારા અપાયું માર્ગદર્શન

- text


શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ નીકળે તે માટે 2 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ ખડેપગે રહેશે

મોરબી : રાજકોટ રેન્જ હસ્તકના મોરબી સહિતના પાંચેય જિલ્લામાં આવતીકાલે 17 જુલાઈના રોજ મોહરમ (તાજીયા) નિમિત્તે જુલુસ નીકળનાર છે ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે અંગે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જરૂરી માર્ગદર્શન આપ્યું છે.

રાજકોટ રેન્જ વિસ્તારમાં નીકળનાર જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુસર રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મોરબી, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જિલ્લાઓના પોલીસ અધિક્ષકોને ખાસ સુચનો કર્યા છે. જેમાં સોશિયલ મીડિયા તેમજ અન્ય રીતે સામાજિક તત્વો દ્વારા કોઈ વાંધાજનક પોસ્ટ કે ટિપ્પણી કરવામાં ન આવે તે માટે ખાસ ટીમ દ્વારા વોચ રાખવા, જુલુસ નીકળનાર વિસ્તારના આગેવાનો સાથે શાંતિ-સમિતિની મીટીંગ યોજવા તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવા જેવી વિવિધ કામગીરી અન્વેયે સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં આશરે 300 થી વધુ મહોરમ (તાજીયા) અનુસંધાને જુલુસો નિકળનાર છે. જેમાં અંદાજે 2 લાખ માણસો ભાગ લઇ શકે છે. રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં આશરે 300 થી વધુ મહોરમ (તાજીયા) અનુસંધાને 15 થી વધુ ASP/DySP, 200 થી વધુ PI-PSI તેમજ આશરે 2500 જેટલા ASI/HC/PC પોલીસ અધિકારી/કર્મચારીઓ અને 2000 થી વધુ HG/GRD/TRB જવાનો દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નિકળનાર જુલુસોના વિસ્તારોના આગેવાનો સાથે પોલીસ દ્વારા કુલ 100 થી વધુ શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી છે જેમાં આશરે 2500 થી વધારે આગેવાનો-માણસો જોડાયા હતા. જે વિસ્તારમાંથી જુલુસો નિકળનાર છે જે જુલુસના મોટા ભાગના આગેવાનો દ્વારા પોલીસ પાસેથી જુલુસ અંગેની મંજૂરી લઈ લેવામાં આવી છે અને જે લોકોએ મંજુરી લીધેલ નથી તેઓને મંજૂરી મેળવી લેવા સૂચના આપેલ છે.

- text

અસામાજિક તત્વો દ્વારા કોઈ વાંધાજનક પોસ્ટ કે ટીપ્પણી કરવામાં ન આવે તે માટે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા અલગ-અલગ કુલ 25 ટીમો કાર્યરત કરવામાં આવી છે જેના દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા ઉપર મૂકાતી વાંધાજનક પોસ્ટ પરથી કે ખોટી અફવાથી દોરાઇ નહીં અને આવા ખોટા મેસેજ પર ભરોસો ન કરી તેનાથી દુર રહે અને હાલે ચોમાસાની સિઝન હોય વરસાદી વાતાવરણના લીધે કોઇ ઇલેકટ્રીક શોર્ટસર્કીટનો બનાવ ન બને તે અંગેની કાળજી તેમજ ખાસ તકેદારી રાખવા તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. તેમજ કંઇ વાંધાજનક / શંકાસ્પદ વસ્તુ કે હકીકત જણાય આવતા રેન્જ / જિલ્લાના કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. (1) રાજકોટ રેન્જ 0281-2475516 (2) દ્વારકા 02833-232002 (3) જામનગર 0288-2550200 (4) મોરબી 02822-243478 (5) રાજકોટ ગ્રામ્ય 0281-2455303 (6) સુરેન્દ્રનગર 02752-282452

- text