તાલીમમાં ન જનાર મોરબીના ત્રણ પોલીસમેન વિરુદ્ધ ફોજદારી ફરિયાદ

- text


ચોકી સોરઠ ખાતે તાલીમમાં જવા છુટા કરવા છતાં તાલીમમાં ન જતા તાલુકા પોલીસ મથકમાં ગુંન્હો દાખલ કરાયો

મોરબી : મોરબી પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને બેઝિક ગુજરાત કેડર કોર્ષ માટે તાલીમમાં જવા માટે આદેશ કરવામાં આવ્યો હોવા છતાં આ પોલીસ કર્મીઓ ચોકી સોરઠ ખાતે તાલીમમાં ન જતા ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

મોરબી પોલીસ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર સહદેવસિંહ માવસંગભા ચૌહાણ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી પોલીસ કર્મચારી (૧) સંજયકુમાર રાયધનભાઇ ડાંગર, આર્મ પોલીસ કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી (૨) ખાલીદખાન રફીકભાઇ કુરેશી આર્મ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી અને (૩) મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકી આર્મ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર, મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય પોલીસ કર્મચારી હોય અને તેઓને બેઝીક ગુજરાત કેડર કોર્ષ (ADI Basic) તાલીમ માટે રાજય અનામત પોલીસ તાલીક કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે ટ્રેનીંગમાં જવા, છુટા કરવા છતા, પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજમાં ગફલત કરી, કાયદેસરની ફરજ ઉપર હાજર નહી થઇ, મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે ત્રણેય પોલીસમેન વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text