મોરબીના નઝરબાગ રોડ ઉપર અંદાજે 20 ફૂટ ઊંડો ભુવો પડ્યો

- text


મોરબી : મોરબીના નઝરબાગ રોડ ઉપર વગર વરસાદે અંદાજે 20 ફૂટ ઊંડો ભુવો પડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે હાલ સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે ભુવાની પાસે આડસ મૂકી દીધી છે.

આ અંગે જનકસિંહ ઝાલાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નઝરબાગ રોડ ઉપર પોસ્ટ ઓફિસ પાસે આજે ભુવો પડ્યો છે. જેની ઊંડાઈ અંદાજે 20 ફૂટ જેટલી છે. ગુજરાત ગેસ દ્વારા અહીંથી લાઈન કાઢવામાં આવી હોય, જેના કારણે જમીનમાં પોલાણ થયું છે. પરિણામે આ ભુવો પડ્યો છે. હજુ પણ અહીં વધુ ભુવા પડે તેવી દહેશત છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આ ભુવો પડ્યો એટલે સ્થાનિકોએ એકત્ર થઈને કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે પથ્થર તેમજ બીજી આડસ ભુવા ફરતે રાખી દીધી છે. જેથી રાત્રીના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

- text

- text