મચ્છુ-2 ડેમ પાસે કાર બની અગનગોળો

- text


મોરબી : મોરબી નજીક જોધપર રોડ ઉપર મચ્છુ-2 ડેમ પાસે આજે સાંજના અરસામાં જીજે 36 બી 8883 નંબરની એક કારમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ મામલે ફાયર વિભાગની ટીમને જાણ થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી સળગતી કાર ઉપર પાણીનો મારો શરૂ કર્યો છે.

- text

- text