પાણીની પળોજણઃ મોરબીના ફિદાઈ પાર્કની મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


છેલ્લા બે મહિનાથી પાણી ન આવતા રહીશો ત્રાહિમામ

મોરબી : મોરબીમાં પાણીની પળોજણ હવે રોજની સમસ્યા બની ગઈ છે. દરરોજ વિવિધ વિસ્તારના નાગરિકો પાણીની માગ સાથે મોરબી નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા આવી રહ્યા છે. પરંતુ નાગરિકોને પાણી મળતું નથી. ત્યારે આજ રોજ મોરબીના બાયપાસ પાસે આવેલા ફિદાઈ પાર્ક, ખોજા સોસાયટીની મહિલાઓ નગરપાલિકામાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા માટે આવી હતી અને પાણીનો પ્રશ્ન હલ કરવા ઉગ્ર માગ કરી હતી.

મોરબી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવેલા મહિલાએ જણાવ્યું હતું કે, તેમની ખોજા સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પાણી આવ્યું નથી. બે મહિના પહેલા પાણી આવ્યું હતું તે પણ ગંદુ પાણી આવ્યું હતું. તેમના વિસ્તારમાં ગટરોની દુર્ગંધ આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. ખાડામાંથી પાણી ભરીને શૌચા ક્રિયા માટે જવું પડી રહ્યું હોવાનું પણ મહિલાઓએ જણાવ્યું હતું. જેના કારણે તેઓના વિસ્તારમાં બીમારી પણ ફેલાઈ રહી છે. બે મહિનાથી પાણી ન આવતા સ્વ ખર્ચે પાણીના ટાંકા મંગાવવા પડી રહ્યા છે. પાણીના પ્રશ્ને અગાઉ પણ અનેક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.

- text

- text