જાંબુડીયા ગામથી પાનેલી જવાનો રસ્તો ખુલ્લો કરાવવા કલેક્ટરને રજૂઆત

- text


મામલતદાર દ્વારા જીઆઈડીસી સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો આરોપ

મોરબી : જાંબુડીયા ગામથી પાનેલી ગામ જતો જાહેર માર્ગ પાનેલી સર્વે નંબર 140 પૈકીમાંથી જતા માર્ગ જીઆઈડીસી દ્વારા બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોને હાલાકી પડી રહી હોય આ રસ્તો ખુલ્લો કરાવવા માટે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

કલેક્ટરને જણાવાયું છે કે, જીઆઈડીસી દ્વારા જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તે ખુલ્લો કરવામાં આવે અને જાંબુડીયા સર્વે નંબર 146 તે વિસ્તારનું પાણી જે પાનેલી તળાવમાં જતું હતું તે પાણીના વોકળા બંધ કરીને તે બધુ પાણી જાંબુડીયાના ખેતરોમાં ઘુસી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જીઆઈડીસી દ્વારા બંધ કરાયેલા આ વોકળા ખુલ્લા કરવામાં આવે.

- text

મામલતદાર મોરબી ગ્રામ્યને છેલ્લા એક વર્ષથી જાહેર હિતમાં રસ્તા વોકળા ખુલ્લા કરવા માટે રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી જીઆઇડીસી સામે કોઈ કાર્યવાહી કરી નથી. રાજ્ય સેવક તરીકે અક્ષમ્ય બેદરકારી રાખીને જીઆઇડીસીને મદદરૂપ થાય છે. લોકોની રજૂઆતના કોઈ ઉકેલ આવતો નથી. વધુ વરસાદ પડશે એટલે જાંબુડીયા ગામ, લઘધીરપુર ગામ તથા પાનેલી ગામમાં પાણી ઘુસી જશે અને મોટું નુકસાન થાય તેમ છે. છતાં મામલતદાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બોગસ માપણી સીટ બનાવીને સરકારને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. પાનેલી તળાવનો કેચમેન્ટ વિસ્તાર નોટીફાઇડ એરિયાનો કચ્ચરઘાણ જીઆઇડીસી દ્વારા કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

- text