મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

- text


19 થી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે શ્રીમદ ભાગવત કથા

મોરબી : મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતી વર્ષ નિમિત્તે તારીખ 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેશવાનંદબાપુના સમાધિના 25મા વર્ષ (રજત જયંતી)ના ઉપલક્ષ્યમાં સીતારામ બાપુની કર્મભૂમિ તથા મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પરમાર્થ ભૂમિ ખોખરા હનુમાન હરિહર ધામના પાવન પરિસરમાં પિતૃમોક્ષના દિવસો શ્રાદ્ધપક્ષ તારીખ 19 સપ્ટેમ્બર ને ભાદરવા વદ એકમથી 25 સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ સુધી શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરાયું છે. જેમાં કથાના પ્રવક્તા તરીકે અનંત વિભૂષિત મલૂક પીઠાધિશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ વ્યાસપીઠ પર બીરાજી દરરોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કથા યોજાશે. દરરોજ બપોરે કથા પૂર્ણ થયા બાદ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. કથા દરમિયાન શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા, પોથી નોંધાવવા તેમજ કોઈપણ પ્રકારની સેવામાં સહયોગી થવા માટે આશ્રમના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text