મન હોય તો માળવે જવાય : મોરબીમાં પ્રજાપતિ સમાજની યુવતીએ ઘરે બેઠા પાસ કરી C.A ની પરીક્ષા

- text


5 વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહી મેળવી સફળતા

મોરબી : અઘરી ગણાતી ચાર્ટર એકાઉન્ટન્ટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીમાંથી ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ જ પાસ થતા હોય છે અને આ પરીક્ષા પાસ કરવા માટે પણ મોંઘા કોચિંગ ક્લાસીસનો સહારો લેતા હોય છે ત્યારે મોરબીની પ્રજાપતિ સમાજની યુવતીએ એક પણ કોચિંગ વિના અને અનેક અભાવો વચ્ચે ઘરે બેઠા કઠોર પરિશ્રમ કરી ચાર્ટર્ડ એકાઉંટન્ટની પરીક્ષા પાસ કરી છે. યુવતીએ 5 વર્ષ સુધી દરરોજ 12 કલાક મહેનત કરી અને સોશ્યલ મીડિયાથી દૂર રહી આ પરીક્ષામાં સફળતા મેળવી છે.

મોરબીના સામાકાંઠે ઉમિયાનગર સોસાયટીમાં રહેલા વરિયા પ્રજાપતિ સમાજની સાણજા હેતલ ખોડાભાઈએ તાજેતરમાં આવેલા C.A ના રિઝલ્ટમાં પ્રથમ પ્રયત્ને પાસ કરી અને સમાજમાં રેકોર્ડ સર્જ્યો છે. આ અંગે હેતલે જણાવ્યું હતું કે હું ધો. 9 માં હતી ત્યારથી જ C.A બનવાની ઈચ્છા હતી અને ત્યારથી મેં મનમાં ગાંઠ વારી લીધી કે મારે C.A જ થવું છે. એટલે ધો. 12 માં તેમને 82 ટકા સાથે ઉતીર્ણ થઇ અને C.A ની તૈયારી શરુ કરી. પપ્પા ભંગારનો વેપાર કરતા હોવાથી ઘરની પરિસ્થિતિ એવી ન હતી કે અમદાવાદ કે અન્ય શહેરોમાં જઈ મોંઘુ કોચિંગ રાખી શકે. આથી તેને ઘરે બેઠા જ તૈયારી શરૂ કરી ફાઉન્ડેશન તેમને નવયુગમાં કર્યું હતું અને ત્યારબાદ ઘરે દરરોજની 12 કલાક મહેનત કરી અને 5 વર્ષમાં પોતાની હાઈટ જેટલા પુસ્તકોનો અભ્યાસ કરી ને આ અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી.

- text

પોતાની આ સફળતા અંગે હેતલ જણાવે છે કે તેમના માતા – પિતાએ ઘણો ભોગ આપ્યો છે. તેઓ ભલે ધોરણ 5 સુઘી જ ભણ્યા પરંતુ મને આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં મારુ સપનું પૂરું કરવા તનતોડ મહેનત કરી છે . હેતલે 5 વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહી છે અને એક પણ પ્રસંગમાં પણ નથી ગઈ. ધો. 12 સુધી અઘરું લાગતું અંગ્રેજી તેને થોડા સમયમાં જ કડકળાટ શીખી અને આખી પરીક્ષા અંગ્રેજીમાં પાસ કરી. હેતલ વરિયા પ્રજાપતિ સમાજની પ્રથમ મહિલા C.A છે. હવે તેણી આજ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

- text