થાનગઢના જોગ ધ્યાનપુરા આશ્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

- text


સંતવાણી, ધ્વજારોહણ, ગુરુપૂજન, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે

થાનગઢ : થાનગઢ સ્થિત જોગ ધ્યાનપુરા આશ્રમ ખાતે આગામી તારીખ 20 અને 21 એમ બે દિવસ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે જોગ આશ્રમે ભવ્ય સંતવાણી, શોભાયાત્રા, ગુરુપૂજન વિધિ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે.

ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી પ્રસંગે જોગ આશ્રમે તારીખ 20 જુલાઈ ને શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર નિલેશ ગઢવી, અપેક્ષા પંડ્યા અને પીયુશ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. 21 જુલાઈ ને રવિવારના રોજ સવારે 7-30 કલાકે બાપુની રથયાત્રા શ્રી રામ રથ પર નીકળશે. ત્યારબાદ પૂજા પ્રસંગ, સવારે 9 વાગ્યે ગુરુપૂજન વિધિ, સવારે 10 કલાકે ધ્વજાજી આરોહણ વિધિ અને બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે મોગલ કૃપા સેવા ટ્રસ્ટ- ચોટીલા, જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ-થાનગઢ તથા સિનર્જી હોસ્પિટલ- રાજકોટના સહયોગથી સવારે 9 થી 1 વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. તો આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં પધારવા સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે

- text

- text