મોરબીમાં કારના અકસ્માત બાદ વીમો મંજુર ન કરતી કંપનીને ગ્રાહક કોર્ટની લપડાક

- text


વિમાની રૂ.૨.૭૯ લાખ રકમ અને રૂ.૮ હજાર ખર્ચ પેટે વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબી : મોરબીના મકનસર પાસે હાઇવે ઉપર કાર અકસ્માતમાં નજીવું કારણ આપી વીમાની રકમ આપવામાં આનાકાની કરતી કંપનીને ગ્રાહક તકરાર નિવારણ ફોરમની લપડાક લાગી છે. કોર્ટે આ વિમાની રકમ અને અન્ય ખર્ચની રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે મોરબીના વતની ઠાકરશીભાઈ ગોપાલભાઈ સોલંકીની ગાડી નેકશન હાઇવે પર મકનસર પાસે આગળની ગાડીએ બ્રેક મારતા ભટકાઈ હતી અને ભારે નુકશાન થયેલ હતું. તેનો વીમો રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સનો હતો. તમામ કાગળો રજુ કરેલ છતાં વીમા કંપનીએ નજીવું કારણ આપેલ કે ડ્રાઇવર નારાયણ પરમારને ઇજા થયેલ ના હોઈ વીમો મળે નહીં.

અદાલતે આ દલીલ માન્ય ના રાખતા ઠાકરશીભાઈને રૂ.૨,૭૯,૬૬૦/- અને ૮,૦૦૦/- ખર્ચના ૯ ટકા ના વ્યાજ સાથે તા.૬/૪/ ૨૦૨૧થી ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઈએ કોઈપણ વ્યકિતને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા મો. નાં. ૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫, મંત્રી રામભાઈ મહેતા મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવા ગ્રાહક સુરક્ષા મંડળની યાદીમાં જણાવાયું છે.

- text

- text