મોરબીમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ

- text


ભગવાન માસીના ઘરેથી ફરતા રીટર્ન રથયાત્રા નીકળી : મોટી સંખ્યામાં દેશ-વિદેશના ભાવિકો જોડાયા

મોરબી : મોરબીમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા આજે ભગવાન જગન્નાથ માસીના ઘરેથી પરત ફરતા તેની રીટર્ન રથયાત્રા યોજી હતી. આ રથયાત્રામાં જુદા જુદા છ જેટલા રથો સાથે ભગવાન જગન્નાથને નાગરચર્યા કરાવી હતી. જેમાં વિદેશી ભક્તો સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે. જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માસીના ઘરે જાય છે. ત્યારે એક સપ્તાહ પછી પોતાના નિજ મંદિરમાં પ્રવેશે છે. આ નિમિતે મોરબીમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા રીટર્ન રથયાત્રા યોજી હતી, જેમાં રાધા કૃષ્ણ, શિવ – પાર્વતી, રામ -સીતા, હનુમાનજી, ગણેશજી સહિતના ભગવાનના રથો સાથે આ રથયાત્રા શહેરના મોર્ડન હોલ શનાળા બાયપાસથી નીકળી, દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, એસપી રોડ સહિતના મુખ્ય માર્ગ પર ફરી હતી.

આ રથયાત્રામાં બગથળાના મહંત દામજી ભગત, રામ મહેલ મંદિરના મહંત નિમાવતજી, સહિતના સંતો મહંતો તેમજ રશીયા, યુક્રેન સહિતના દેશો માંથી વિદેશી ભક્તોની સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હરે રામા… હરે કૃષ્ણ… ના નાદ સાથે જોડાયા હતા. આ રથયાત્રાને સફળ બનાવવામાં ઇસ્કોન ગ્રુપ મોરબીના કમલાક્ષ દાસજી સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text