હમ નહિ સુધરેંગે ! વાંકાનેરમા વધુ એક સ્ટંટબાજ પકડાયો

- text


મોટર સાયકલ ઉપર સુતા સુતા સ્ટંટ કરનાર શખ્સને કાયદાનું ભાન કરાવાયું

મોરબી : મોરબી જિલ્લામા હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર પોતાના તેમજ અન્યોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ફેશન ચાલી હોય તેવી સ્થિતિમાં પોલીસ પણ હવે વીણી વીણીને આવા સ્ટંટબાજો ને પકડી કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે વાંકાનેરના મહિકા નજીક આવજ સ્ટંટ કરનાર એકને દબોચી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

વાંકાનેર તાલુકાના મહિકા ગામે ગત તા.28 એપ્રિલ આસપાસ જીજે – 36 – એએમ – 0812 નંબરના બાઈક ઉપર સુતા સુતા સ્ટંટ કરી અન્યોની તેમજ પોતાની જિંદગી જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી આવો વીડિયો બનાવી ફરતો કરનાર આરોપી સંજય રમેશ મકવાણા ઉ.18 નામના શખ્સને શોધી કાઢી વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો રજીસ્ટર કરી 30 હજારનું બાઈક કબ્જે કરી કાયદાના પાઠ ભણાવ્યાં હતા.

- text