આયુષ હોસ્પિટલમાં ડાયાબીટીસના દર્દીના વર્ષોથી ન રૂઝાતા ઝખમની સફળ સર્જરી

 

70 વર્ષની વયના દર્દીએ અનેક નામાંકિત હોસ્પિટલોમાં અંદાજે રૂ.20 લાખ ખર્ચી નાખ્યા હોવા છતાં કોઈ પરિણામ ન મળ્યું, અંતે ડો.આશિષ હડિયલે પગમાં સર્જરી કરી 20 જ દિવસમાં દર્દીને ચાલતા કરી દીધા : આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આજે ભારતમાં કરોડો લોકો ડાયાબીટીસથી પીડાઈ રહ્યા છે. ડાયાબીટીસમાં વારંવાર લાગતા ચેપથી અને લાંબી ચાલતી સારવારથી દર્દી પરેશાન થઈ જતા હોય છે. આજે એક એવા દર્દીની જ વાત છે.

70 વર્ષની ઉંમરના ગુજરાત પોલીસમાં ઉચ્ચ પદ પરથી નિવૃત થયેલા ઓફિસર ઘણા વર્ષોથી ડાયાબીટીસથી પીડિત હતા. પગના ભાગે ઝખમ થઈ ગયો હતો. જે વર્ષોથી રૂઝાતો ન હતો. 4 થી 5 હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઘણા ઓપરેશન પણ થયા હતા. રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલોમાં પણ ઓપરેશન થયા હતા. પણ કોઈ પરિણામ મળ્યું ન હતું. આશરે રૂ.20 લાખ જેટલો ખર્ચ કરવા છતાં ઝખમમાં રૂઝ આવી ન હતી. આખરે કોઈના રેફરન્સથી તેઓ સુરેન્દ્રનગરથી મોરબીની આયુષ હોસ્પિટલમાં ડો.આશિષ હડિયલ પાસે સારવાર માટે આવ્યા હતા.

ડો.આશિષ હડિયલના કહેવા પ્રમાણે દર્દીને ઘણા વર્ષોથી ડાયાબીટીસ ટાઈપ -2 હોવાથી પગના ન્યુરોપેથી થઈ ગઈ હતી. જેમાં પગ બેરો થઈ જતો હોય છે. અને ઇજા થાય તો પણ દર્દીને ખબર પડતી નથી. અને ઝખમ વધતો જાય છે. ડાયાબિટીસમાં રૂઝ આવવાનો પાવર ઓછો અને ઇન્ફેક્શન લાગવાનું જોખમ વધારે રહે છે. દર્દીને ઝખમ પગના વેઇટ બિયરિંગ એરિયા એટલે કે આખા શરીરનો વજન જે પોઇન્ટથી જમીનમાં ટ્રાન્સફર થાય એ જગ્યાએ હતો. આ જગ્યાના ઝખમની સારવાર ખૂબ અઘરી હોય છે.

દર્દીના પગમાં મીડિયલ પ્લાન્ટર આર્ટરી ફ્લેપ નામની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. આ જટિલ સર્જરીમાં લોહી પહોંચાડતી પતલી નસો સાથે માસને એક જગ્યાએથી ઉપાડીને ઝખમની જગ્યાએ જોડવામાં આવે છે. માસ લીધું હોય ત્યાં પતલી ચામડી લગાવી દેવામાં આવે છે. આશરે 20 દિવસના સમયમાં જ બધા ઝખમમાં રૂઝ આવી જાય છે. દર્દીને ખૂબ જ સરસ સારવાર મળતા ઝખમ રૂઝાઈ જતા પહેલાની જેમ જ નોર્મલી ચાલી શકતા ખૂબ ખુશ થઈ આભાર વ્યક્ત કર્યો હતો.

દર્દીના ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં માત્ર મોરબીની આયુષ હોસ્પિટલમાં જ ફૂલ ટાઈમ પ્લાસ્ટિક સર્જન ઉપલબ્ધ છે.

આયુષ હોસ્પિટલ,
જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી
મો.નં.7567155556