શાળા-કોલેજોમાં લેવાતી બેફામ ફીના વિરોધમાં મોરબી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

- text


મોરબી : આજરોજ મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચોક થી નહેરુ ગેટ ચોક સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી અને ખાનગી શાળા-કોલેજોમાં બેફામ ફી લેવાતી હોવાના વિરોધમાં નારાઓ લગાવવામાં આવ્યા હતા અને ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી.

આ અંગે આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી ભાજપ સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવું એક સપનું બની રહેશે. તેથી ત્વરિત ધોરણે આ ફી વધારો પરત ખેંચવામાં આવે. સાથે જ સરકાર દ્વારા જે FRCની રચના કરવામાં આવી છે તેમાં વાલીઓનો સમાવેશ કરવામાં આવે અથવા જજ અને ચેરમેનોની નિમણૂક કરવામાં આવે. કેમકે FRCમાં સરકાર દ્વારા તેમના મળતીયાઓની નિમણૂક કરી દેવામાં આવે છે જેના કારણે ખાનગી શાળા-કોલેજમાં પણ ફીમાં લૂંટ ચલાવવામાં આવી રહી છે. જો આ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર જઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

- text

- text