હળવદની જુના દેવળીયા કુમાર પે સે. શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ 

- text


હળવદ : ગત તારીખ 12 જુલાઈના રોજ જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 નાં 10p બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર વસ્તુઓ બનાવી હતી.

આ સ્પર્ધાને અંતે સાગર રવિચંદ જેસ્વાણી (ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ), ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી (પ્રમુખ, N.I.M.A., મોરબી) અને મહેશ્વરી હોસ્પિટલ- મોરબી તરફથી ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા (મહામંત્રી, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) આચાર્ય સાગરભાઈ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કર્યું હતું.

- text

- text