મોરબીના બેલા ગામ નજીક કાળમુખા ડમ્પર હડફેટે લેતા મોપેડ સવારનું મૃત્યુ

- text


અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી ડમ્પર ચાલક મોપેડ સવારને ઢસડી ગયો

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં કાળમુખા ડમ્પર ચાલકે મોપેડ સવાર વ્યક્તિને હડફેટે લીધા બાદ નિર્દયતાથી ઢસડતા મોપેડ સવારનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા ચેતનભાઈ ભીખાભાઇ સાકરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે – 36 – વી – 5445 નંબરના ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તેમના મામા હસમુખભાઈ ભગવાનજીભાઈ બોપલીયા પોતાનું ટીવીએસ મોપેડ લઈને પીપળી રોડ ઉપર જતા હતા ત્યારે આરોપી ડમ્પર ચાલકે આગળના વ્હીલમા લઈ લીધા હતા અને બાદમાં ડમ્પર સાથે ઢસડી જતા હસમુખભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text