વાંકાનેરના કોઠારીયા ગામે વિદેશી દારૂ – બિયર ભરેલી કાર રેઢી મળી

- text


એલસીબી ટીમે કાર સહિત 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયર ભરેલી એસેન્ટ કાર સહિતનો 5.11 લાખનો મુદ્દામાલ કબજે કરી હાજર નહિ મળી આવેલા શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે કાળા કુવા સામે આવેલ શેરીમાં વિદેશી દારૂ અને બિયર ભરેલી એસેન્ટ કાર રેઢી હાલતમાં પડી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા બનાવ સ્થળેથી જીજે – 36 – એલ – 8269 નંબરની કાર ચેક કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 264 બોટલ દારૂ કિંમત રૂપિયા 1,01,820, 96 નંગ બિયર કિંમત રૂપિયા 9600 મળી આવતા પોલીસે 4 લાખની કિંમતની એસેન્ટ કાર કબજે કરી બનાવ સ્થળે હાજર નહિ મળી આવેલા આરોપી પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, રહે.કોઠારીયા પ્લોટ વિસ્તાર, વાંકાનેર વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text