હળવદના રહેણાંકમાંથી 21 બોટલ દારૂ પકડાયો

- text


હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળ રહેતા આરોપી મોહિત હસમુખ પરમારના રહેણાંક મકાનમા વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 7350 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે મોહિતને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text