મોરબીનો યુવાન યુવતીને ભગાડી જતા યુવતીના પરિવારજનોએ ઘર સળગાવી નાખ્યું

- text


વાંકાનેરની યુવતી સાથે નાસી ગયા બાદ યુવાન હાજર થતા જ યુવતીના પરિવારજનો રોષે ભરાયા

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી જતા યુવતીના ભાઈ તેમજ બે અજાણી મહિલા સહિતના લોકોએ યુવાનનું ઘર સળગાવી નાખતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા રાજેશભાઇ ડાયલાલ ચાવડા ઉ.51 નામના રીક્ષા ચાલક આધેડે વાંકાનેરના રોહિત કોળી અને તેની સાથે આવેલ બે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર કાનજી વાંકાનેરની ગાયત્રી નામની યુવતીને ભગાડી ગયા બાદ યુવતીના પરિવારજનો તેમના ઘેર આવ્યા હતા અને બાદમાં કાનજી વાંકાનેર પોલીસ મથકમાં હાજર થતા રાજેશભાઇ પરિવાર સાથે વાંકાનેર જતા તા.8ના રોજ તેમના બંધ મકાનને સળગાવી નાખી રૂપિયા 60 હજારનું નુકશાન પહોંચાડતા બનાવ મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text