હળવદની શાળાના શિક્ષકને 10 દિવસમાં હાજર થવા ફરમાન

- text


ટીકર રણ પે સેન્ટર શાળાના શિક્ષકને ત્રણ-ત્રણ નોટિસ ફટકારવા છતાં હાજર ન થયા : હવે રુખસદ આપવા તજવીજ

મોરબી : આજના સમયમાં સરકારી નોકરી માટે બેરોજગાર યુવાન-યુવતીઓએ ધરણા કરી આંદોલન કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ટીકર રણ પે સેન્ટર શાળાના શિક્ષક ફરજ ઉપર હાજર ન થતા હોય અગાઉ ત્રણ-ત્રણ નોટિસ ફટકારવા છતાં હાજર ન થતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વર્તમાનપત્રમાં જાહેર ખબર આપી જાહેર નોટિસ ફટકારી દિવસ -10માં હાજર થાવ ફરમાન કર્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ટીકર રણ પે સેન્ટર શાળાના શિક્ષક લાલકિયા રેનીશ મુકેશભાઈ લાંબા સમયથી ફરજ ઉપર હાજર ન થતા હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ ગંભીર બાબતે અગાઉ ત્રણ-ત્રણ નોટિસ ફટકારવા છતાં ફરજ ઉપર હાજર થતા ન હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેતા દ્વારા વર્તમાનપત્રમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી દિવસ -10માં હાજર થાવ ફરમાન કર્યું છે. જો આમ છતાં આ શિક્ષક મહાશય ફરજ ઉપર હાજર નહીં થાય તો શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સેવા નિયમો અન્વયે નોકરી સમાપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ પણે જણાવાયું છે.

- text