હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

- text


હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં અસરગ્રસ્ત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આજે સવારે 10 વાગ્યે જાણકારી આપવામાં આવી હતી કે બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવી. જેમાં હળવદના સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ બ્રાહ્મણી-2 ડેમમાંથી 280 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text