ટંકારાના સરાયા ગામના વતનીને બોઇલરના બદલામાં રૂ.૧૪.૮૩ લાખ પરત અપાવતી ગ્રાહક સુરક્ષા કોર્ટ

- text


મોરબી : ટંકારાના સરાયા ગામના વતનીએ પંજાબથી રૂ.૧૪.૮૩ લાખ ખર્ચી બોઈલર મંગાવ્યું હોય પણ શરત મુજબ આ બોઇલર આર.બી.આઈ. માન્ય નહીં આવ્યા બાદ મામલો ગ્રાહક સુરક્ષા અદાલતમાં પહોંચતા અદાલતે તમામ પૈસા પરત અપાવ્યા છે.

કેસની વિગત એવી છે કે, ટંકારાના સરાયા ગામના વતની મનહરભાઈ મોરડીયાએ આર.બી.આઇ. સર્ટિફાઇડ બોઇલરની જરૂરત હોય તેમણે પંજાબના જલંધરની ખન્ના કંપની પાસેથી રૂા. ૧૪,૮૩,૭૩૨/- ભરીને બોઇલર મંગાવેલ હતું. પરંતુ તે બોઈલર આર.બી.આઈ. સર્ટિફાઇડ આવેલ નહીં. અને રાજકોટના આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફ બોઇલર્સે તે અમાન્ય રાખેલ. તેથી મનહરભાઈ એ જલંધરની ખન્ના કંપની પાસેથી પૈસા પરત માંગેલ હતા. વારંવાર રજુઆત કરવા છતાં જવાબ ન મળતા મનહરભાઈએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો. ખન્ના કંપનીને નામદાર કોર્ટે રૂા. ૧૪,૮૩,૭૩૨/ તેમજ ૮,૦૦૦/- રૂપિયા ખર્ચના કેસ દાખલ કર્યાની તારીખ ૨૨/૦૬/૨૦૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવું જરૂરી છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.નં. ૯૮૨૫૭૯૦૪૧૨ અથવા મંત્રી રામભાઈ મહેતા મો.નં. ૯૯૦૪૭૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text