હળવદના માલણીયાદ ગામે યુવતીની છેડતી, બે લુખ્ખાઓ વિરુદ્ધ ફરિયાદ

- text


યુવતી વાડીએથી ઘેર જતી હતી ત્યારે બાઈક ઉપર આવેલા શખ્સોએ કરી હાથ ચાલકી

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ખેડૂત પરિવારની દીકરી વાડીએથી ભેંસ લઈ ઘેર જતી હતી ત્યારે કેનાલમાં નાહી રહેલા બે શખ્સોએ ઈશારાઓ કરી છેડતી કર્યા બાદ યુવતીનો પીછો કરી હાથ ચાલકી કરી છેડતી કરતા બન્ને શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ખેડૂત પરિવારની દીકરી વાડીએથી ભેંસ લઈ ઘેર જતી હતી ત્યારે કેનાલમાં નાહી રહેલા આરોપી રામજી વેલાભાઈ કુણપરા અને એક અજાણ્યા શખ્સે તાળીઓ પાડી હતી પરંતુ યુવતીએ ધ્યાન ન આપતા આ બન્ને શખ્સોએ બાઈક લઈ ફરિયાદી યુવતીનો પીછો કરી હાથ ચાલકી કરી છેડતી કરતા આ બનાવ અંગે યુવતીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text