માળિયા (મિ.)ની હરિપર પ્રાથમિક શાળામાં IOC દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ

- text


માળિયા (મિ.) : હરિપર પ્રાથમિક શાળામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા વિષય પર ચિત્ર-સ્પર્ધા અને વક્તૃત્વ-સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર આપવામાં આપવામાં આવ્યા હતા. નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા દરેક શિક્ષકોને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન કુડેચા શિવમ રઘુભાઈ, દ્વિતીય સ્થાન ભીમાણી જીતેન્દ્ર ઉગાભાઈ, તૃતીય સ્થાન ગિંગોરા રેખા મનુભાઈ અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન આગલ હરેશ ધીરુભાઈ, દ્વિતીય સ્થાન બોરીચા મૈત્રી સંજયભાઈ અને તૃતીય સ્થાન ગરિયા યુવરાજ ખીમાભાઈએ મેળવ્યો હતો. સ્પર્ધા બાદ દરેક બાળકોને સ્વચ્છતા કીટનું વિતરણ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ શાળામાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાળકોને ઘરે વૃક્ષારોપણ કરવા માટે રોપા આપવામાં આવ્યા હતા.

- text

- text