મોરબીમાં રોડનું કામ ગોકળગાયની ગતિએ થતા પંચાસર રોડ ઉપર ચક્કાજામ

- text


સ્થાનિકોએ ચોમાસામાં પડતી મુશ્કેલીથી કંટાળી રોષે ભરાયા

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર અત્યંત મંથર ગતિએ થતી રોડ બનાવવાની કામગીરીથી કંટાળી આજે સવારે ચક્કાજામ સર્જી રોષ વ્યકત કરતા પંચાસર રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

મોરબીના પંચાસર રોડ ઉપર દબાણો હટાવી સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી રોડનું કામ પૂર્ણ જ થતું ન હોય ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ગઈકાલે પંચાસર રોડ અને રાજનગર સોસાયટીના રહીશોએ પાલિકામા હલલબોલ કર્યું હતું. જે બાદ પણ પાલિકા તંત્ર નહીં જાગતા અંતે આજે સવારથી સ્થાનિકોએ પંચાસર રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ રોડની નબળી કામગીરીને લઈ ને પણ લોકોએ ચક્કાજામ કરતા ધારાસભ્ય મેદાને આવ્યા હતા. જો કે, ધારાસભ્યની સૂચના બાદ પણ કોન્ટ્રાક્ટરે કામમા ગતિ ન લાવતા રોડના ધીમા કામ દબાણ અને ગટર ઉભરાવા સહિતના કારણો સબબ પંચાસર રોડના રહેવાસીઓ રોષે ભરાયા છે અને આજ સવારથી પંચાસર રોડ બ્લોક કરી રોષ ઠાલવતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

- text

- text