મોરબીની આમરણ નવાપરા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

- text


મોરબી : ‘મારી શાળા ગ્રીન શાળા અને એક બાળક- એક વૃક્ષ’ અંતર્ગત મોરબી તાલુકાની આમરણ નવાપરા પ્રાથમિક શાળામાં તારીખ 10-7-2024ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કકાણિયા નિર્મળાબેન અને સમગ્ર સ્ટાફ દ્વારા નક્કી કરાયું હતું કે, અમારી શાળાને હરિયાળી શાળા બનાવીશું.

આ કાર્યક્રમમાં શાળામાં 80થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં વડ, પીપળ, નીલગીરી, લીમડો, બોરસલી, જેવા વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તથા શાળાના દરેક બાળકને એક વૃક્ષ દતક આપવામાં આવ્યું હતું. આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના 73થી વધારે બાળકો, શાળાનો સમગ્ર સ્ટાફના 1-1 વૃક્ષ અને crc કૉ.આમરણ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક કમલેશભાઈ કનારા અને દીપકભાઈ બોડા દ્વારા વૃક્ષોના મહત્વ અને પર્યાવરણ જાગૃતિ વિશે બાળકોને સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય કકાણિયા નિર્મળાબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. એવું આમરણ ક્લસ્ટરના સી.આર.સી. કો. ઓર્ડિનેટર ભરતભાઈ પટેલની યાદીમાં જણાવાવમાં આવ્યું છે.

- text

- text