મોરબીના 5 બાળકો રાષ્ટ્રીય કક્ષાની ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

- text


પાંચેય સ્વીમર્સ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના : ઉદયપુરમાં 18મીથી શરૂ થશે ચેમ્પિયનશીપ

મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ આગામી 18મીથી ઉદયપુરમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી મોરબીનું ગૌરવ વધારવાના છે.

અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિયેસન ઇન્ડિયા દ્વારા 7મી નેશનલ ફિન સ્વિમિંગ ચેમ્પયનશીપ -2024નું રાજસ્થાનના ઉદયપુર ખાતે તા. 18 થી 21 જુલાઈ દરમિયાન યોજાવવાની છે. જેમાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ખેલાડીઓએ ગુજરાત રાજ્યની ટીમ પસંદગી માટે સિલેક્શન ટ્રાયલમા ભાગ લીધેલ હતો. જેમાંથી પાંચ ખેલાડીઓ આ અંડર વોટર સ્પોર્ટ્સ કોમ્પિટીશનમા આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સિલેક્ટ થયેલા છે. જેમા નીલ સવાડીયા, અમન વાછાણી, નીલ ચોવટીયા, ધ્રુવીત મહેતા અને વૈદેહીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ અંડરવોટર સ્પોર્ટ્સ કોમ્પિટીશનમા રાષ્ટ્રીય કક્ષાએ રાજસ્થાન ના ઉદયપુર ખાતે ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરશે.

- text

અંડર વોટર સ્પોર્ટ્સ કોમ્પિટીશન એટલે પાણીની અંદર રહી મોઢામાં સ્નોકર રાખી શ્વાસ લેવાનો હોય છે તેમજ બન્ને પગમા માછલી આકારના ફીન પહેરી સ્વિમિંગ કરવાનુ રહે છે. આ સ્પર્ધા ૫૦મી. ૧૦૦મી.મા અલગ અલગ ઉંમરની કેટેગરીમાં રમવાની હોય છે. મોરબી જિલ્લા મા આ સ્પર્ધા ના નિયમો સાથે રમત ફક્ત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમા જ શિખવવામાં આવે છે. તેમ ફીન સ્વિમિંગના કોચ જીતેશ પાંડે તેમજ મોરબી જિલ્લા સેક્રેટરી મુસ્તાક સુમરા અને જોઇન્ટ સેક્રેટરી વિજય ભાલોડીયાની યાદી જણાવે છે

- text