હળવદ નજીક ટ્રેકટર ચાલકે બે કાર સાથે અકસ્માત સર્જ્યો : મોરબીના ટ્રાફિક જમાદાર ઘાયલ

- text


બ્રેક લાઈટ કે રીફલેક્ટર વગરના ટ્રેકટર પાછળ દાતી અને ભેંસ બાંધી બીજાની જિંદગી જોખમમાં મૂકી

હળવદ : હળવદ – વેગડવાવ રોડ ઉપર રાત્રીના સમયે ટ્રેકટર પાછળ ભેંસ બાંધીને નીકળેલા શખ્સે બ્રેકલાઈટ કે રીફલેક્ટર લગાવ્યા ન હોય બે કાર વચ્ચે અકસ્માત સર્જવામાં નિમિત્ત બનતા આ અકસ્માતમા મોરબી ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જમાદાર અને તેમના પત્નીને ઇજા પહોંચતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના આંનદ બંગલોમાં રહેતા અને મોરબી ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામા ઉ.35ના પત્નીની તબિયત નાદુરસ્ત હોય તેઓ પોતાની ફોર્ડ કાર લઈને પોતાના વતન માલણીયાદ ગયા હતા જ્યાંથી પરત આવતા સમયે વેગડવાવ અને હળવદ વચ્ચે જીજે – 08 – જે – 5602 નંબરનું વાદળી કલરનું ટ્રેકટર લઈને જતા શખ્સે ટ્રેકટર પાછળ દાતી જોડી દાતી સાથે ભેંસ બાંધી હોય અને ટ્રેક્ટરમાં બ્રેક લાઈટ કે રીફલેક્ટર લગાવ્યા ન હોય કિશોરભાઈની ફોર્ડ કાર ટ્રેકટર સાથે અથડાઈ હતી અને બરાબર આજ સમયે સામેથી આવતી સ્વીફ્ટ કાર કિશોરભાઈની કાર સાથે અથડાતા સ્વીફ્ટ કારમાં પણ નુકશાન થયું હતું.

- text

અકસ્માતની આ ઘટનામાં કિશોરભાઈના પત્નિ રસિલાબેનેને કપાળના ભાગે ઇજા થઇ હતી જ્યારે કિશોરભાઈને આંગળીમા ફ્રેક્ચર સાથે બન્ને કારમાં નુકશાન પહોંચતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text