મોરબીમાં શેઠનું 1.63 કરોડનું કરી નાખનાર ઓફિસ બોયે અંતે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું

- text


ચેક લખી બારોબાર પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા, શેરબજાર અને સટ્ટામાં પૈસા વાપર્યા : હાઇકોર્ટ સુધી આગોતરા માટે પ્રયત્નો કર્યા પણ મંજુર ન થયા : હાલ 6 દિવસની રિમાન્ડ ઉપર

મોરબી : મોરબીના શક્ત શનાળા નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ઓફિસબોય તરીકે કામ કરતા ભેજાબાજ ગઠિયાએ રૂ. 1,62,74,435 રૂપિયાની રકમ ચેક સહિતના માધ્યમથી પોતાના ખાતામાં જમા કરી લઈ છેતરપિંડી આચર્યાના બનાવમાં તેને આગોતરા ન મળતા અંતે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શક્ત શનાળા નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ઓફિસબોય તરીકે કામ કરતા આરોપી કિશન રમેશભાઈ બરાસરા નામના શખ્સે ભાગીદારોની જાણ બહાર રૂપિયા 1,62,74,435 રૂપિયાની રકમ ચેક, યુપીઆઈ સહિતના માધ્યમથી પોતાના ખાતામાં જમા કરી લેતા બનાવ અંગે ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવિણભાઈ ગોવિંદભાઇ ભોરણીયાએ તા.3 જુનના રોજ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

- text

આરોપી ફરાર હોય તે દરમિયાન તેને સેશન્સ કોર્ટમાં અને હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પણ અરજી નામંજૂર થઈ હતી. બાદમાં તેને સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ પોલીસે તેની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વધુમાં આ શખ્સે શેરબજાર અને સટ્ટામાં પૈસા વાપર્યા હોવાનું પણ પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે. હાલ પીએસઆઇ સોંદરવા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

- text