ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે શનિવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.૧૩ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

રાજા ઔદ્યોગિક ફીડર સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. ક્રિષ્ના ઔદ્યોગિક ફીડર સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. સેપલ ઔદ્યોગિક ફીડર સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text