મોરબીમાં ટાઇલ્સ વેચવાને નામે ઓનલાઈન છેતરપિંડી, 90 હજાર ગયા

- text


સિરામિક વેપારીઓના વોટ્સએપ ગ્રુપમાં ઓછા ભાવે ટાઇલ્સ વેચવાનું કહી ગઠિયો નાણાં ઓળવી ગયો

મોરબી : મોરબીમાં સિરામિક ટાઇલ્સનો વેપાર કરતા વેપારી યુવાનને તેમના જ વેપારીઓના વોટ્સએપ ગ્રુપમા સસ્તાભાવે ટાઇલ્સ આપવાનું કહી ગઠિયો 90,535ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી બુચ મારી દેતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને શક્તિ ચેમ્બર નજીક શિવાલીક કોમ્પ્લેક્સના વેપાર કરતા ફરિયાદી અમિતભાઇ છગનભાઈ દેસાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફેડરલ બેંકમાં ખાતું ધરાવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ગત તા.26 એપ્રિલના રોજ તેઓના સિરામિક વેપારીઓના ગ્રુપમાં 11 રૂપિયા ફૂટના ભાવે ટાઇલ્સ ઉપલબ્ધ હોવાનો મેસેજ આવતા તે અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી 450 બોક્સ ટાઇલ્સનો ઓર્ડર આપતા અજાણી વ્યક્તિની સૂચના મુજબ ટ્રક જે તે કારખાને ટાઇલ્સ ભરવા મોકલી નાણાં ફેડરલ બેંકના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા પરંતુ આ ગઠિયાએ કારખાનામાં પૈસા ન આપતા ટ્રક કારખાના બહાર ન નીકળતા આ અજાણ્યા ઇસમને અનેક ફોન કરવા છતાં ફોન ન ઉપડતા પોતે છેતરાયાનો અહેસાસ થતા અરજી કરી હતી. જે અરજીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે ફેડરલ બેંકના ખાતા નંબરને આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text